Methi Sakkarpara -મેથી સક્કરપારા

સામગ્રી :

2 વાટકી ઘઉંનો લોટ
1 વાટકી મેંદો
2 વાટકી સમારેલી મેથી
2 ચમચી લાલ   મરચું
2 ચમચી આદું-મરચાં-લસણની પેસ્ટ
1 ચમચી તલ
1 ચપટી હળદર
તેલ તળવા માટ
મીઠું સ્વાદાનુસાર

રીત :

1)બંને લોટને એક બાઉલ  ભેગા કરી લો.પછી તેમાં સમારેલી મેથીની ભાજી તેમજ બીજા બધા મસાલ મિકસ કરી દો .
2)બે ચમચા તેલનું મોણ નાખી શક્કરપારાનો લોટ બાંધી લો.લોટને સરખી રીતે મસળી લુવા કરી પાટલી પર પાતળા શક્કરપારા કાપી લો.
3)કઢાઈમાં તેલ ગરમ કરી લો.તેલ ગરમ થાય એટલે તેમાં,ધીમા તાપે શક્કરપારાને લાઈટ બ્રાઉન રંગના થાય એ રીતે તળી લો. પ્લેટ મા  ઉતારી  થોડીવાર માટે ઠંડા કરી લો.શક્કરપારા ઠંડા થાય એટલે તેને ડબ્બામાં ભરી શકો છો.

0 Response to "Methi Sakkarpara -મેથી સક્કરપારા "

Post a Comment