દાલ બાટી -Daal Baati

સામગ્રી :
બાટી માટે :
400 ગ્રામ ઘઉં  નો લોટ
100 ગ્રામ સોજી
100 ગ્રામ ઘી
અડધી ચમચી અજમો
મીઠુ સ્વાદ અનુસાર

દાળ માટે :
100 ગ્રામ અડદ ની દાળ
50 ગ્રામ મોગર દાળ
50 ગ્રામ ચણા દાળ
3 ચમચી ઘી
ચપટી હિંગ
1 ચમચી જીરુ
1 ચમચી હલદર
અડધી ચમચી ધાણા પાવડર
1 ચમચી લાલ મરચું
2 નંગ ટમેટા
2 લીલા મરચા
છીણેલું આદું
1 ચમચી ગરમ મસલો
મીઠુ સ્વાદ અનુસાર
લીલા ધાણા

રીત :

1) એક વાસણ  મ ઘઉં નો લોટ અને સોજી લો. તેમા મીઠુ ઘી, અજમો નાખી બરાબર મિક્ષ કરી લો. હવે પાણી  થી લોટ બાંધી  લો. લોટ થોડો કઠણ બાંધવો.
2) લોટ ને 20 મિનિટ ઢાંકી ને રાખો.પછી તેની પર તેલ લગાવી મસડિ દો. હવે તેના ગોળ આકાર  ના લુવા વારી લો.
3)હવે તેને તંદૂર મા સેકાવા મૂકી દો. અને તેને ફેરાવતા રહો. શેકાય જાય ઍટલે તેને ઘી મા રાખી કાઢી  લો.
4) હવે બધી  દાળ ને કુકર મા બાફી  લો.
5) હવે એક વાસણ મા 3 ચમચી ઘી ગરમ કરી જીરુ નાખો.ટામેટું એડ કરો તેને થોડુ શેકવા દો. પછી તેમા હલદર , ધાણા પાવડર ,લાલ મરચું ,છીણેલું આદું નાખી ઘી છુટુ પડે ત્યા સુધી શેકવા દો
6)પછી તેમા ગરમ મસલો નાખી બફેલી દાળ નાખો. સ્વાદ પ્રમાણે મીઠુ નાખો. જરૂર મુજબ પની રેડી તેને ઉકડવા દો.  ગેસ બંધ કરી તેમા લીલા ધાણા નાખી દો.

0 Response to "દાલ બાટી -Daal Baati"

Post a Comment