Handvana lot na dhokada :હાંડવાના લોટ ના ઢોકળા

સામગ્રી :
250 ગ્રામ હાંડવાનો લોટ
2 ચમચી લીલા મરચા  ની પેસ્ટ
2 ચમચી આદું ની પેસ્ટ
જરૂર મુજબ મીઠું
ચપટી ખાવાનો સોડા
જરૂર મુજબ છાશ
2 ચમચી તેલ
1 ચમચી રાઇ
1 ચમચી તલ

રીત :
1)એક વાસણ મા હાંડવાના લોટ મા આદું મરચા ની પેસ્ટ ,મીઠું, ખાવાનો સોડા નાખી પછી આ લોટ ને છાશ મા 6 થી 7 કલાક પલાડો.

2) પછી એક ડીશ  મા તેલ લગાવી સ્ટીમર મા ગરમ કરવા મૂકી દો.હવે તેમા ઢોકળા નુ ખીરું ઉમેરી દો. તેને સ્ટીમ થવા મૂકી દો. 10 15 મિનિટ પછી ઢોકળા ને ઉતારી લો.

3)હવે તેને કટ કરી લો. પછી એક વાસણ મા તેલ ગરમ કરવા મુકો. તેમા રાઇ અને તલ નો વઘાર કરી ઢોકળા પર રેડી દો. તૈયાર છે  હાંડવાના લોટ ના ઢોકળા.


0 Response to "Handvana lot na dhokada :હાંડવાના લોટ ના ઢોકળા"

Post a Comment