Mohanthal- મોહનથાળ

સામગ્રી :

1કપ ચણાનો કગરો(જાડો) લોટ
1કપ ખાંડ
1કપ ઘી
50ગ્રામ માવો
1ચમચી બદામ પીસ્તાની કતરી
ચાંદીનો વરખ
થોડુ કેસર
10 નંગ ઈલાયચી વાટેલી

રીત :

1)થાળીમાં ચણાનો લોટ લઈને વચ્ચે ખાડો કરી એક ચમચી દૂધ મૂકી પાંચ મિનિટ ઢાંકી દો અને પછી તેને ચારી લો.
2)એક તપેલીમાં ખાંડ લઈ તેમાં ડૂબે એટલું પાણી લઈ ચાસણી કરવા ધીમા તાપે ગેસ પર મૂકો. પાણી ઉકળે એટલે તેમાં બે ચમચી દૂધ નાખો જેથી ખાંડનો કચરો ઉપર આવી જશે. આ કચરો કાઢી નાખો. આંગળી મા એક ટીપુ ચાસણી લઈ જોવો ક એક તાર થાય છે ક નહી જો થતો હોય  ત્યારે સમજવુ કે ચાસણી થઈ ગઈ છે. તેમાં કેસર ઈલાયચીનો ભૂકો ઉમેરો.
3) એક તવામાં ઘી ગરમ કરવા મૂકી એમાં ચાળેલો ચણાનો લોટ ધીમા તાપે શેકો.  ગુલાબી થાય  તેમાં માવો ઉમેરો અને પાંચ દસ સેકંડ માટે શેકો અને પછી ગેસ પરથી નીચે ઉતારી તેમાં ગરમ ચાસણી ઉમેરી હલાવતા રહેવું.
4)જ્યારે તે ઠરવા લાગે ત્યારે થોડું ઘી લગાડી તૈયાર રાખેલી થાળીમાં પાથરવું. તેની પર તરત જ બદામ પિસ્તાની કતરી પાથરી ન દેવી નહીં તો તેમા ચોંટશે જ નહી.
5)ત્યારબાદ તરત જ તેની ઉપર ચાંદીનો વરખ પાથરી દેવો. ઠંડું પડતા ચોસલા પાડી દેવા.

મોહનથાળ તૈયાર છે

0 Response to "Mohanthal- મોહનથાળ"

Post a Comment