Rigan Bhartu -રીંગણ ભરતું

સામગ્રી :
2 ભાડા રીંગણ
આદું મરચા લસણની પેસ્ટ
2 નંગ ડુંગરી
3 નંગ ટમેટા
1 ચમચી જીરુ
1 ચમચી લાલ મરચું
1 ચમચી હલદર
1 ચમચી ગરમ મસાલો
1 ચમચી ધણા જીરુ
મીઠુ સ્વાદ અનુસાર
1 ચમચી ઘી
તેલ રીંગણ પર લાગવા માટે
લીલા ધાણા

રીત :
1)સૌપ્રથમ  રીંગણને તેલ લગાવી ગૅસ પર શેકી લો. પછી તેની છાલ ઉતરી બિયા કાઢી કટર મા પીસી લો.હવે  ડુંગરી ટમેટા ને કટર મા પીસી લો.
2) એક વાસણ મા ઘી લઈ તેમ જીરુ નાખો હવે તેમા આદું મરચા લસણની ની પેસ્ટ  નાખો થોડી વાર સાતડવા દો.
3) હવે ડુંગરી નાખી થોડી વાર ચડવા દો પછી તેમા ટમેટા નાખો.
4) હવે તેમા રીંગણ નાખો. પછી તેમા લાલ મરચું, હલદર,ગરમ મસાલો, ધણા જીરુ નાખી બરાબર હલાવી દો. હવે તેમા મીઠુ ઉમેરો.
5) ગૅસ બંધ કરી તેમા ધણાં નાખી દો.

0 Response to "Rigan Bhartu -રીંગણ ભરતું "

Post a Comment