સામગ્રી :
500 ગ્રામ પનીર
1 નંગ ડુંગરી
5 નંગ ટામેટાં
2 નંગ લીલા મરચાં
1 ટુકડો આદુ
2 ચમચી ઘી અથવા તેલ
1ચમચી જીરું
1 ચમચી હળદર પાવડર
1 ચમચી ધાણાં પાવડર
1 ચમચી લાલ મરચું પાવડર
25 નંગ કાજૂ
100 ગ્રામ મલાઈ
1 ચમચી ગરમ મસાલો
મીઠું સ્વાદ મુજબ
1ચમચી કોથમીર
રીત :
1)સૌ પ્રથમ પનીર ના ટુકડા તરી લો .
2) કાજુ ને અડધા કલાક પલાળી મિક્સરમાં પીસી તેની પેસ્ટ બનાઈ લો .
3) હવે મિક્સરમાં ડુંગરી,ટમેટું, આદુ અને લીલું મરચું ઉમેરી પીસી લેવું.
4)કઢાઈ મા ઘી કે તેલ નાખી જીરુ,હલદર, ધાણાજીરું નાખો.ત્યારબાદ હવે તેમાં ડુંગરી ટમેટાની પેસ્ટ નાખી હલાવવું પછી તેમાં કાજૂની પેસ્ટ ઉમેરો. હવે મલાઈ નાખી ને બરાબર મિક્ષ કરી લો.
6) મીઠું, લાલ મરચું ઉમેરી મિક્સ કરવું. ગ્રેવી ઉકળી ગયાં બાદ તેમાં પનીરના ટુકડા મિક્સ કરવા. હવે ગેસ ધીમો કરી ઉપર ઢાંકણ ઢાંકી ત્રણ-ચાર મિનિટ સુધી ચડવા દેવું.
તૈયાર છે શાહી પનીર. તેને ભાત, નાન, પરોઠા કે રોટલી સાથે પીરસી શકાય છ
0 Response to "Sahi Paneer -શાહી પનીર "
Post a Comment