સામગ્રી:
૧/૨ કપ તુવેર ની દાળ
૧/૨ કપ ચણા ની દાળ
૧/૨ કપ મસૂર ની દાળ
૧/૨ કપ મગની દાળ
૧/૪ કપ અડદ ની દાળ
૨ ચમચી ઘી
૧ ચમચી જીરું
ચપટી હિંગ
૪ ઝીણી સમારેલી ડુંગરી
૧૦ કળી લસણ
નાનો ટુકડો આદુ
૫ લીલા મરચા
૪ ટામેટા
૧ ચમચી લાલ.મરચું પાવડર
૧ ચમચી ધાણાજીરું પાવડર
૧ ચમચી ગરમ મસાલો
૧ ચમચી તજ લવિંગ નો ભૂકો
૫૦ ગ્રામ બટર
મીઠું સ્વાદ અનુસાર
રીત:
૧) પાંચે દાળ ધોઈ ને કુકર માં બાફવા મુકવી.
૨) એક વાસણ માં ઘી મૂકી તેમાં હિંગ,જીરું,ડુંગરી નાખી સાતડવી.
૩)લસણ આદુ મરચા ની પેસ્ટ કરી તેમાં નાખી સાતાડવું
૪) તેમાં ટામેટા નો પલ્પ કરી ને નાખવો. બાફેલી દાળ નાખવી.
૫) તેમાં મીઠું ,મરચું,ધાણાજીરું,ગરમ મસાલો,તજ લવિંગ નો ભૂકો નાખવો . છેલે બટર નાખી ગેસ બંધ કરી દેવો
0 Response to "Daal Fry- દાલ ફરાય "
Post a Comment