પાતરા patra

સામગ્રી :

ખીરા માટે :
1 કપ બેસન
જરૂર મુજબ ખાટું  દહી
3 ચમચી આદુ મરચા લસણની  પેસ્ટ
1 ચમચી અજમો
1 ચમચી હલદર
1 ચમચી લાલ મરચું
જરૂર મુજબ ખાંડ
10    પતરવેલી ના  પાન

વઘાર માટે :
1 ચમચી  રાઇ
મીઠો લીમડો
જરૂર મુજબ તલ
આખા લાલ મરચાં

રીત :
1) એક વસણ માં  બેસન લો હવે તેમ દહી,અજમો,આદું મરચાં લસણની પેસ્ટ,હલદર,લાલ મરચું, અને ખાંડ નાખી બરાબર થોડુ પાણી ઉમેરી મિક્સ કરી લો પાન ઉપર લગાવાય તેવુ ખીરું તૈયાર કરી લો. ખીરું વધારે પતલું ન બનાવું.
2)હવે આ ખીરા ને એક પતરવેલી ના પાન ઉપર લગાવો.હવે બીજુ પાન લઈ તેના પર તે ખીરું લગાવો.હવે હવે તે 2 પાન ને એક બીજા ઉપર મૂકી ઉપર ના 2 ભાગ વાડી ને બીડું વારી લો.હવે આવી રીતે બધા પાન વારી ને વરાડ થી બાફી લો.
3) બફાય જાય એ ઍટલે તેને ગોર કાપી લો.
4) એક વસણ મા  તેલ  મૂકી તેમા  આખા લાલ મરચા,રાઇ, મીઠો લીમડો, તલ નાખી તેમા કાપેલા ભજીયા નાખી દો.

0 Response to "પાતરા patra"

Post a Comment