Aalu paratha- આલું પરાઠા

મિત્રો તમે આલું પરાઠા બનાવાની સરળ રીત બતાવું. બધા આલું પરાઠા બનાવે ત્યારે રોટી ને વણી ને બટાકાનો માવો ભરીને બીજી વાર વણે છે.
અહી એવું નથી. ચાલો બતાવું રીત.
સામગ્રી:
ઘઉં નો બાંધેલો લોટ
૧ ચમચી રાઈ
૨ ચમચી આદુ મરચા લસણ ની પેસ્ટ
૧ ચમચી હળદર
૧ ચમચી ગરમ મસાલો
૧૦ નંગ બાફેલા બટાકા
૧ ચમચી ખાંડ
૨ ચમચી લીંબુ
લીલા ધાણા
ટામેટા બનવાની સામગ્રી:
૧ ચમચી રાઈ
૨ ચમચી આદુ મરચા લસણ ની પેસ્ટ
૧ ચમચી હળદર
૧ ચમચી ખાં
ટામેટા ની ચટણી:
તેલ માં રાઈ નાખી અડું મરચા લસણ ની પેસ્ટ નાખી સાતડો. હળદર ને ખાંડ નાખી ગેસ બંધ કરી દો
રીત:
તેલ માં રાઈ, આદું મરચા લસણ ની પેસ્ટ નાખી થોડું સાતડો. હવે હળદર , ગરમ મસાલો નાખવાનો.
હવે આ વઘાર ને બટાકા ના માવા માં નાખી દો. હવે આને બરાબર મિક્ષ કરી લો.
હવે તેમાં ખાંડ, લીંબુ અને લીલા ધાણા નાખી ફરી થી બરાબર મિક્ષ કરી લો.
હવે રોટી વણી એક તેમાં તમા ટામેટા ની ચટણી આખી રોતી માં પાથરી દો.
હવે રોટી ની એક Side માં બટાકા નો માવો મુકો. હવે તેને વાડી લો. અને Fork (કાંટા વાડી ચમચી) થી બધી કિનારીઓ બંધ કરી લો.
હવે લોઢી માં મુકો થોડું તેલ આજુ બાજુ નાખો.પછીએક side માં સેકાય જાય એટલે બીજી બાજુ સેકી દો . પછી પિઝ્ઝા કટર થી કટ કરી લો
તૈયાર છે પરાઠા આને Tomato  sauce  યા દહીં સાથે ખાઈ શકો
(નોધ: તમારે ટામેટા ની પેસ્ટ ન ઉમેરવી હોય તો ન ઉમેરી સકાય)

0 Response to "Aalu paratha- આલું પરાઠા"

Post a Comment