સામગ્રી
- 1 કપ કોથમીર
- અડધો કપ તાજો ફુદીનો
- બે-ત્રણ લીલા મરચા
- મીઠુ સ્વાદ પ્રમાણે
- પા ચમચી ખાંડ
- એક ચમચી લીંબુનો રસ
રીત
કોથમીર, ફુદીના અને લીલા મરચાને કાપીને મિક્સરમાં ક્રશ કરી લો. જરૂર પડ્યે થોડુ પાણી પણ ઉમેરી શકો છો. ચટણી એક રસ થવી જોઈએ. એક વાસણમાં તેને કાઢી તેમાં મીઠુ, લીંબુનો રસ અને ખાંડ સારી રીતે મિક્સ કરી દો. તૈયાર છે કોથમીર-ફુદીનાની ચટણી
ઈચ્છો તો તેમાં દહીં પણ મિક્સ કરી શકો છો. બે ચમચા ચટણીમાં 1 કપ દહીં ઉમેરી શકાય છે.

0 Response to "Mint coriander chutney (Green chutney)કોથમીર-ફુદીનાની ચટણી"
Post a Comment