chutney Saturday, 12 September 2015 Coconut chutney-કોકોનટ ચટણી સામગ્રી અડધી વાટકી સૂકું ટોપરું 1ચમચો દાળીયા 3 સુકા લીલા મરચા મીઠુ સ્વાદમુજબ વઘાર માટે 1 ચમચી તેલ અડધી ચમચી રાઈ 10પાન સૂકો મીઠો લીમડો રીત સૂકા નાળીયેરને પાણીમાં 2-3 કલાક પલાળી રાખવું. મિક્સરમાં પલળેલુ નાળીયેર, લીલા મરચા, દાળીયા, મીઠું અને જરૂરી પાણી નાંખી બારીક ક્રશ કરી લેવા. એક વાસણમાં વઘાર માટે તેલ મુકી, રાઈ નાંખવી. રાઈ તતડે એટલે મીઠો લીમડો નાંખી વઘાર ચટણીમાં નાંખી બરાબર હલાવવું. તૈયાર છે નાળીયેરની ચટણી.
0 Response to "Coconut chutney-કોકોનટ ચટણી"
Post a Comment