Sev dahi puri - સેવ દહીં પૂરી

-3 નંગ બાફેલા બટાકા
-1 નંગ નાની ડુંગળી સમારેલી
-1 નંગ ટામેટું સમારેલું
-અડધો કપ દહીં
-અડધો કપ લીલી ચટણી
-અડધો કપ મીઠી ચટણી
-અડધો કપ લાલ મરચાંની ચટણી
-30 નંગ ગોલગપ્પા પૂરી
-નાયલોન સેવ જરૂર પ્રમાણે
-લાલ મરચું પાવડર જરૂર પ્રમાણે
-ચાટ મસાલો સ્વાદાનુસાર
-શેકેલા જીરૂંનો પાવડર
-સંચળ સ્વાદાનુસાર
 
રીત

સૌપ્રથમ તો બધી જ ચટણી તૈયાર કરી લેવી. ત્યાર બાદ બટાકા બાફી લેવા. હવે તેને છોલીને છુંદો કરીને ઠંડા થવા દેવા. ત્યાર બાદ ડુંગળી, ટામેટાં અને કોથમીરને ઝીણા સમારી લેવા. દહીંને વલોવી લો. હવે એક પ્લેટમાં ગોલગપ્પા પૂરી ગોઠવો. અંગૂઠાની મદદથી તેમાં કાણું પાડો. ત્યાર બાદ તેમાં સૌપ્રથમ બાફેલા બટાકાનો માવો ભરો. હવે તેમાં ડુંગળી અને ટામેટાં ઉમેરો. ત્યાર બાદ તેના પર મરચું પાવડર, ચાટ મસાલો, સંચળ અને જીરૂં પાવડર છાંટો. ત્યાર બાદ તેના પર લીલી ચટણી, મીઠી ચટણી અને પછી લાલ મરચાંની ચટણી થોડી-થોડી મૂકો. હવે તેના પર અડધી-અડધી ચમચી દહીં મૂકો. છેલ્લે સેવ મૂકો. ત્યાર બાદ કોથમીરથી ગાર્નિશ કરીને સર્વ કરો ચટાકેદાર સેવપૂરી.

0 Response to "Sev dahi puri - સેવ દહીં પૂરી"

Post a Comment