નમસ્તે મિત્રો ...આપણે આજે એક સરસ મજાની વાનગી જોઈશુ જે નાના ટાબરીયા થિ લઈને મોટા લોકો ને ખુબ જ પસંદ છે..જે નું નામ છે. દાબેલી.... એમા પણ જો દાબેલી આણંદ નિ ફેમસ મસ્તાના દાબેલી જેવી હોય તો મજા પડી જાય , ખરું ને? તો ચલો આપણે જોઈએ દાબેલી બનાવાની રીત
સામગ્રી:-
સામગ્રી:-
- ૧૨ નંગ બન
- ૫૦૦ ગ્રામ બટાકા
- ૧૦૦ ગ્રામ સેકેલી સિંગ
- ૧ ચમચી લાલ મરચું
- ૧/૨ ચમચી મારી નો ભૂકો
- ૧૦ વાટેલા લીલા મરચા
- ૨૫ ગ્રામ તાલ નો ભૂકો
- ૧ ચમચી અખા ધાણા
- ૨ ચમચી કોથમીર
- ૧૦ ગ્રામ વરીયાળી
- ૧ લીંબુ
- ૨ ચમચી ખાંડ
- ૧ ચમચી ગરમ મસાલો
- ૧ ચમચી ઘી
- ૧ ચમચી જીરું
- ૧૦૦ ગ્રામ દાડમ
- ૨૦૦ ગ્રામ નાની સેવ
- જરૂર મુજબ તેલ
- સ્વાદાનુસાર મીઠું
- દાબેલી નો મસાલો
આંબોળિયા ની ચટણી બનાવા ની રીત
આ ચટણી બનાવા માટે આંબોળિયા નો પાવડર, ગોળ ,મીઠું , મરચું , ભેગા કરીને જરૂર મુજબ પાણી ઉમેરી ગરમ કરવું.
લસણ ની ચટણી
લસણ, મીઠું , મરચું , ગોળ , જીરું ભેગું કરીને વાટવું.
રિત:
૧) બટાકા ને બાફી છોલી ને છીણી લેવા.
૨)સેકીલી સિંગ ને અડધા ફાળા રહે તેમ ખાંડવી.
૩) ગરમ તેલ માં સિંગ,,મીથીં..મીઠું..મરચું,,મરી નાખી સેહજ સાતાડવું
૪)બટાકાના ના માવા માં દાબેલી નો મસાલો નાખી બરાબર ભેગું કરી લો.
૫)દાબેલી ના બન માં કાપો કરી આંબોળિયા ની ચટણી અને લસણ ની ચટણી નાખી પછી તેમાં બટાકા નો માવો મુકો.
૬)દાડમ સેકેલી સિંગ નાખી બન ને ઘી થી સેકી લો.

0 Response to "DABELI-આણંદ નિ ફેમસ મસ્તાના દાબેલી "
Post a Comment